Contact Information

Gujarat Today Compound 33/1, Shahe Alam, Ahmedabad 380028

We're Available 24/ 7. Call Now.

(એજન્સી) તા.૧૩
અલ-અક્સાના મિત્રો (FOA)એ આજે યુએઈ, તુર્કી, ઇજિપ્ત, જોર્ડન, ઇન્ડોનેશિયા, પાકિસ્તાન, સઉદી અરેબિયા અને કતારના વિદેશ પ્રધાનો દ્વારા ઇઝરાયેલ દ્વારા મસ્જિદ અલ-અક્સાને બંધ કરવાની નિંદા કરતા તાજેતરના સંયુક્ત નિવેદનનું સ્વાગત કર્યું છે. જો કે, સંગઠને ધ્યાન દોર્યું કે, આ ચિંતાઓ મહત્ત્વપૂર્ણ હોવા છતાં તેઓએ વાત પર ભાર મૂકવા માટે બંધાયેલા છે કે મસ્જિદ અલ-અક્સા સામેના ગંભીર અને વધતા જોખમોને ધ્યાનમાં રાખીને માત્ર નિવેદનો પૂરતા નથી. FOAદ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘મસ્જિદ અલ-અક્સા બંધ કરવાનું કામ એકલા હાથે થતું નથી. તે ગાઝામાં થઈ રહેલા વિનાશક નરસંહાર, અલ-ખલીલ (હેબ્રોન)માં ઇબ્રાહીમી મસ્જિદ પર વહીવટી નિયંત્રણ કબજે કરવાના અને મસ્જિદ અલ-અક્સાના હાલના માળખાના વિનાશ માટેઅગ્રણી ઇઝરાયેલી રાજકીય અને વૈચારિક વ્યક્તિઓ દ્વારા વધી રહેલા ખુલ્લા કોલના પડછાયામાં આવે છે.’તેઓએ ઉમેર્યું, ‘જેને એક સમયે એક સીમાચિહ્‌નરૂપ મહત્વાકાંક્ષા માનવામાં આવતી હતી, મસ્જિદ અલ-અક્સાના સ્થળે યહૂદીમંદિરનું પુનઃ નિર્માણ, હવે ઇઝરાયેલી રાજકીય ચર્ચા અને મહત્વાકાંક્ષાના મુખ્ય પ્રવાહમાં પ્રવેશી રહ્યું છે. આ વિકાસ મસ્જિદ અલ-અક્સા માટે તાત્કાલિક અને વધતા જતા જોખમોનું પ્રતિનિધિત્વ કરે છે.’‘માત્ર મૌખિક નિંદા ઇઝરાયેલી ઉલ્લંઘનોને અટકાવી શકતી નથી,’ નિવેદનમાં લખ્યું છે. ‘ઇઝરાયેલે વારંવાર દર્શાવ્યું છે કે, તે નિવેદનોથી રોકાશે નહીં. તેણે સંયુક્ત રાષ્ટ્રના ઠરાવો, યુનેસ્કોના ચુકાદાઓ, જીનીવા સંમેલનો અને આંતરરાષ્ટ્રીય અને માનવતાવાદી કાયદાના મૂળભૂત સિદ્ધાંતોની અવગણના કરી છે.’ ફ્રેન્ડ્‌સ ઓફ અલ-અક્સાએ જણાવ્યું હતું કે, મસ્જિદ અલ-અક્સા માટે આ અગિયારમો કલાકનો સમય છે. તેમણે તુર્કી, ઇજિપ્ત, જોર્ડન, ઇન્ડોનેશિયા, પાકિસ્તાન, સઉદી અરેબિયા અને કતારની સરકારોને નિંદાથી આગળ વધવા અને તાત્કાલિક મૂર્ત પગલાં અમલમાં મૂકવા વિનંતી કરી : ઇઝરાયેલ સાથે વેપાર સ્થગિત કરો; રાજદૂતોને પાછા ખેંચો; અને રાજદ્વારી અને આર્થિક પ્રતિબંધો લાદો નિવેદનમાં ચેતવણી આપવામાં આવી છે કે ‘ઇતિહાસ આ ક્ષણે જારી કરાયેલા નિવેદનોને નહીં, પરંતુ મસ્જિદ અલ-અક્સાના બચાવ માટે લેવામાં આવેલા પગલાંને યાદ રાખશે.’


Leave A Reply